સને 1975 વર્ષમાં આર્થિક શોષણમાંથી જનતાને મુક્ત કરવા માટે ગોધરા શહેરના સામાજીક કાર્યકરો
શ્રી વિનોદચન્દ્ર બસરાણી, શ્રી નજમુદ્દીનભાઈ વકીલ, શ્રી હસમુખલાલ શેઠ, શ્રી નુરુભાઈ દલાલ, શ્રી ઠાકોરભાઈ ખાટવાણી, શ્રી દીનેશભાઈ દવાવાળા, શ્રી હાતીમભાઈ જીનવાલા, શ્રી ઠાકોરભાઈ શાહ, શ્રી નવનિતલાલ શાહ, શ્રી હસમુખભાઈ શાહ અને શ્રી વજીયુદ્દીન વલી સાથે મળી તારીખ 20-06-1975 ના રોજ ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ 1961 ની કલમ -9 હેઠળ સહકારી ધીરાણ મંડળીની રચના થઈ.
સોસાયટી દ્વારા ઝડપથી આર્થીક વિકાસ પામતા ફ્ક્ત ચાર વર્ષના ટુંકા ગાળામાં તારીખ 02-11-1979 થી બેંક સ્વરૂપમાં ફેરવવામાં આવી.
ગોધરામાં જનતા બેંક માટે કહેવાયુ કે “જનતાની સેવામાં જનતા બેંક”